મારામાં રહી ગયેલી તારી સુગંધ!

બ્રેકઅપ થાય, ડિવોર્સ થાય, સેપરેશન થાય કે પછી હુક અપ પછી સ્ટ્રીન્ગસ્ ડિટેચ થાય, જ્યારે કોઈ સંબંધમાં બે વ્યક્તિઓ છુટા પડે છે ને, ત્યારે અમુક સમય વીતી ગયા પછી પણ એક વ્યક્તિ મુવ ઓન કરીને ખૂબ આગળ નીકળી ગઈ હોય તોય બીજી વ્યક્તિ તો ત્યાંની ત્યાં જ ઉભી રહે છે.

આવું તમે ઘણાં રિલેશનશિપ્સમાં જોયું હશે. અને એ આગળ નીકળી ગયેલી વ્યક્તિ મોટેભાગે સ્ત્રી જ હોય એ પણ જોયું હશે. આમ હું કોઈ (સ્ત્રીઓટાઈપ) સ્ટ્રીરિયોટાઈપ્સમાં નથી માનતો, પણ આ મારું એક ઓબ્ઝર્વેશન છે. કે દેવદાસ અને કબીર સિંહ પુરુષ જ બને છે. હું એમ નથી કહેતો કે સ્ત્રીઓ માટે આ સરળ હશે. પણ સ્ત્રીઓથી આ થઈ શકે છે કારણ કે એને એક ગુણ મળેલો છે અને એ છે “સ્વીકાર”. એક્સેપ્ટન્સ.શી હેઝ પાવર ટુ એક્સેપ્ટ. કાં તો એ ભૂલી શકે છે અને નહિ તો એ સ્વીકારી લે છે.કદાચ નાનપણથી એના દિમાગમાં એ વિચાર ઇન્સ્ટોલ થતો રહેતો હશે કે મારા માં બાપ પણ કાયમ તો મારી સાથે નથી જ રહેવાના,એક દિવસ નવું ઘર અને નવો પરિવાર પણ સ્વીકારવાનો થશે જ. પણ પુરુષ માટે આવો સ્વીકાર સહજ તો નથી જ પણ અસહ્ય છે. એને ચિટેડ કે રિજેક્ટેડ ફિલ થયા કરે છે. (દગો કે તરછોડાયા હોવાની લાગણી) પણ ખરેખર એવું હોતું નથી. સ્ત્રી માટે એ સહજ પણ હોય શકે. ખાસ તો જ્યારે કોઇ પણ પ્રકારનું કમિટમેન્ટ ન હોય ત્યારે. રાત ગઈ બાત ગઈ. કિસ્સા ખતમ.

એક પીકનીક, એક ટ્રીપ, એક રાત કે એક મોકળા મને થયેલો સંવાદ અને એમાં બનેલી ઘટના બીજા ત્રીજા દિવસે સ્ત્રી કદાચ ભૂલી શકે છે, અને ભૂલીને આગળ વધી શકે છે પણ એ સમયગાળા દરમિયાન એ પુરુષની અંદર પોતાનો એક અંશ છોડતી જાય છે. એ મળ્યાં પછી એનું સ્મિત છોડતી જાય છે, એ સાથે ડાન્સ કર્યા પછી સ્પર્શ છોડતી જાય છે, એ ચુંબન પછી નશો છોડતી જાય છે, અને ભેટ્યા પછી સુગંધ છોડતી જાય છે!

કેટલી અજીબ વાત છે ને! સ્ત્રી જીવનભર બધું જ યાદ રાખી શકે છે. તારીખો, ઘટનાઓ, વાયદાઓ, એને કહેવાયેલાં શબ્દો, બધું જ. પણ એ પુરુષને ભૂલી શકે છે. અને પુરુષ એ બધું જ ભૂલી જાય છે, પણ એક સ્ત્રીને જીવનભર ભૂલી શકતો નથી. પુરુષના પાકીટ, રૂમાલ, ટિફિન,છત્રી, ડોક્યુમેન્ટ્સ એ બધું જ સ્ત્રીએ એને યાદ કરાવવું પડે છે. પણ એ ખડખડાટ હસતી વખતે, વરસાદમાં નહાતી વખતે, કે ભીના વાળ સુકવતી વખતે કેટલી સુંદર લાગે છે, એ પુરુષને આખી જિંદગી ભુલાતું નથી હોતું.

ઉંમરમાં નાની કે સમજણમાં મુગ્ધા હોય એવી સ્ત્રી પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની અને આગળ વધવાની બાબતમાં મચ્યોરિટી (પરિપક્વતા) બતાવી શકે છે. પણ બિઝનેસમાં મોટા મોટા લોસ ખમી લેનાર પુરુષો પણ ક્યારેક રિજેક્શન કે લવલોસ ખમી નથી શકતા અને આત્મહત્યા કરવા જેવું પગલું પણ લઇ લે કે શરાબ જેવા કોઈ નશાની લતે ચડે એવુ પણ બનતું હોય છે. પુરુષો ઘણી મોટી મોટી બાબતો ભૂલી જાય પણ એક નાનકડી ઘટના પણ ભૂલી નથી શકતા. સંબંધોમાં સમાધાન અને સ્વીકાર કરવાની આ આવડત કદાચ સ્ત્રીઓમાં સ્વભાવગત જ હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: